પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ના માર્ગદર્શન મુજબ અને પંચમહાલ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર.વી ચુડાસમા નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સ.એન.એલ દેસાઈ એલ.સી.બી ગોધરા નાઓએ એલ.સી.બી સ્ટાફ ના માણસો ને નાસ્તા ફળતા વોન્ટેડ આરોપીઓ ને ઝડપી પાડવા ખાનગી બાતમીદારો રોકી જરૂરી કામગીરી કરવા સુચના કરેલ જેના અનુસંધાને દિગપાલસિંહ દશરથસિંહ નાઓ ને ખાનગી બાતમીનદાર થી બાતમી હકીકત મળેલ કે વેજલપુર પોલીસ સ્ટેશન ના ચોરી ના ગુન્હા માં નાસ્તો ફરતો આરોપી નાજુ સવસીંગ પલાસ રહે આંબલી ખજુરિયા તા.ગરબાડા જી.દાહોદ નાઓ હાલ માં ગાંધીનગર જિલ્લા કલોલ ખાતે મજુરી કરતો હોવાની ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ જે આધારે ગાંધીનગર જિલ્લા ના કલોલ ખાતે જઈ તપાસ કરી આરોપી ને પકડી પાડી આગળ ની કાર્યવાહી કરવા વેજલપુર પોલીસ સ્ટેશન ને સોંપવાની કામગીરી કરવામાં આવી છે.
અહેવાલ:-શોએબ પટેલ
