રિપોર્ટર:-મેહફુઝ હસન
અહેવાલ:-શોએબ પટેલ
પંચમહાલ જિલ્લા ના વેજલપુર પોલીસ સ્ટેશન માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની ફરજ બજાવતા આર.આર ગોહિલ ને ઉત્તમ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ પોલીસ વિભાગ ના D.G.P વિકાસ સહાય દ્વારા ઈ-કોપ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગોહિલે મોબાઈલ ચોરી, વાહન ચોરી ઘરફોડ ચોરી તથા લૂંટધાર ના આરોપીઓ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
આર.આર ગોહિલે યુવાધનને બરબાદ કરતા ગાંજા,અફીણના કાળા તથા કોડીન સીરપ જેવા એનડીપીએસનો કરોડો નો જથ્થો તથા લાખો નો વિદેશી દારૂના જથ્થાને પંચમહાલ માંથી પકડી ને મોટી સફળતા મેળવી છે.તેઓ દ્વારા મર્ડર કેસ ના 4 જેટલા આરોપીઓની ૩૬ કલાક માં ધરપકડ કરી ચાર્જશીટ રજુ કરવાનું ગુજરાતમાં પ્રથમ કામ કર્યું છે.
આર.આર ગોહિલ દ્વારા ગોવંશ ની હેરાફેરી કરતા ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.તેમજ પ્રજા લક્ષી હિતના કાર્યો તેમજ આકસ્મિક અકસ્માત જેવાકે વાહન અકસ્માત,આગ,વરસાદી પુરની સ્થિતિ કુવામાં ફસાઈ જવા જેવા બનાવમાં તેમજ કોરોના કાર માં નીડરતા પૂર્વક કામગીરી કરેલ છે
આર.આર ગોહિલ દ્વારા ગોવંશ ની હેરાફેરી કરતા ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.તેમજ પ્રજા લક્ષી હિતના કાર્યો તેમજ આકસ્મિક અકસ્માત જેવાકે વાહન અકસ્માત,આગ,વરસાદી પુરની સ્થિતિ કુવામાં ફસાઈ જવા જેવા બનાવમાં તેમજ કોરોના કાર માં નીડરતા પૂર્વક કામગીરી કરેલ છે.
પંચમહાલ જિલ્લા ના વેજલપુર પોલીસ સ્ટેશન માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની ફરજ બજાવતા આર.આર ગોહિલ ને D.G.P વિકાસ સહાય દ્વારા સન્માનિત કરાતા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર તેમજ આનંદ અને ઉત્સાહ અને લાગણી પ્રસરી જવા પામી છે.
